ચૂંટણી@ગુજરાત: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ

બાપુનગર-વિરાટનગર વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર જાહેર
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આજે  છેલ્લો દિવસ છે. ત્યારે સરકારી કચેરીઓમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. આજે સવારે 10 વાગ્યાથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ઉમેદવારો ઢોલ-નગારા સાથે રેલી કાઢી ફોર્મ ભરવા પહોંચ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસે વિવાદિત 12 વોર્ડના ઉમેદવારના નામની યાદી હજુ પણ જાહેર કરી નથી. દરિયાપુર, નિકોલ, સરસપુર, જમાલપુર, વાસણા, સરખેજ, મકતમપુરા, બહેરાપુરા, દાણીલીમડા, મણિનગર, ગોમતીપુર, રામોલ વોર્ડમાં ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી. આજે આ તમામ બેઠક પર ઉમેદવારોને સીધા મેન્ડેટ ફાળવી દેવામાં આવશે.

ધારાસભ્યોના લોબિંગ અને સ્થાનિક સ્તરે વિરોધના નામની અંતિમ ઘડી સુધી નામની યાદી જાહેર કરવામાં આવી નથી. આજે અંતિમ ઘડીમાં કોંગ્રેસે અમદાવાદના વિરાટનગર અને બાપુનગર વોર્ડમાં ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

વિરાટનગર કોંગ્રેસ ઉમેદવાર

રણજીતસિંહ બારડ

રવિ સોરઠિયા

કંકુ પટણી

પાયલ લીંબચિયા