ચૂંટણી@દેશ: કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિએ ઉમેદવારી પાછી ખેંચી અને ભાજપ પાર્ટીમાં જોડાયા

લોકસભા ઉમેદવાર અક્ષય કાંતિનું ભાજપમાં સ્વાગત
 
ચૂંટણી@દેશ: કોંગ્રેસના  ઉમેદવાર અક્ષય કાંતિએ ઉમેદવારી પાછી ખેંચી અને  ભાજપ પાર્ટીમાં જોડાયા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

લોકસભાની ચૂંટણીના થોડાજ દિવસો બાકી રહ્યા છે. કેટલીક જગ્યાએ વિરોધ પ્રદર્શન જોવા મળે છે. કેટલીક જગ્યાઓ પર ઉમેદવારો પાર્ટીઓ  બદલી રહ્યા છે.  ઈન્દોરમાં લોકસભા ચૂંટણીના 14 દિવસ પહેલા કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બામે પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું છે.

એટલે કે તે હવે ચૂંટણી નહીં લડે. સોમવારે તેઓ ભાજપના મહાસચિવ અને મંત્રી કૈલાશ વિજયવર્ગીય અને ધારાસભ્ય રમેશ મેન્ડોલા સાથે કલેક્ટર કચેરી ગયા હતા અને પોતાનું નામાંકન પાછું ખેંચ્યું હતું. ઈન્દોરમાં ઉમેદવારી પાછી ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે.

કલેક્ટર કચેરીમાંથી ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ અક્ષય ભાજપ કાર્યાલય પર પહોંચીને પાર્ટીમાં જોડાયા હતા.

કૈલાશ વિજયવર્ગીયએ સોશિયલ મીડિયા પર લખ્યું- ઈન્દોરથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર અક્ષય કાંતિનું ભાજપમાં સ્વાગત છે.