ચૂંટણી@ભાવનગર: 3 નગરપાલિકાની ચૂંટણી જંગ શરૂ થઇ, જાણો વધુ વિગતે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભાવનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ છે. હાલમાં 3 મહાનગરપાલિકાની ચૂંટણીની જંગ ચાલુ છે. ભાવનગર મનપાના એક વોર્ડ બેઠક માટેની તેમજ તાલુકા પંચાયતની પાંચ બેઠકની તથા સિહોર, ગારીયાધાર અને તળાજા નગરપાલિકાની ચૂંટણી માટે વહેલી સવારેથી મતદાન શરૂ થઇ ગયું છે.
સિહોર નગરપાલિકાના 9 વોર્ડની 36 બેઠકો પર મતદાન પ્રક્રિયા થઇ રહી છે. જેમાં પુરુષ મતદારો 24314, સ્ત્રી મતદારો 22391 મળી મતદારો 46705 મતદારો પોતાનો મતા અધિકારનો ઉપયોગ કરશે. આમ, 9 વોર્ડ પર કુલ 100 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે.
ગારીયાધાર નગરપાલિકામાં 7 વોર્ડ પર 28 બેઠકો પર મતદાન પ્રક્રિયા યોજાશે. જેમાં પુરુષ મતદારો 13960, સ્ત્રી મતદારો 13049 મળી મતદારો 27009 મતદારો પોતાનો મતા અધિકારનો ઉપયોગ કરશે.
આમ, 7 વોર્ડ પર કુલ 60 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. જ્યારે તળાજા નગરપાલિકામાં 7 વોર્ડ પર 28 બેઠકો પર મતદાન પ્રક્રિયા યોજાશે, જેમાં પુરુષ મતદારો 11838, સ્ત્રી મતદારો 11654 તથા અન્ય 1 મળી મતદારો 23493 મતદારો પોતાનો મતા અધિકારનો ઉપયોગ કરશે. આમ, 7 વોર્ડ પર કુલ 59 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે, આમ કુલ 92 બેઠક માટે 219 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે.