રોજગાર@અમદાવાદ: NIOHમાં આવી અનેક ભરતી, કોણ કરી શકશે અરજી, કેવો છે પગાર

રાષ્ટ્રીય વ્યવસાયિક આરોગ્ય સંસ્થામાં વિવિધ પદો પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 
 
રોજગાર@અમદાવાદ: NIOHમાં આવી અનેક ભરતી, કોણ કરી શકશે અરજી, કેવો છે પગાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 નોકરી ગોતી રહેલા અને જે લોકો ને નોકરીની જરૂર છે,તેમના માટે સારા સમાચાર છે.NIOHમાં આવી વિવિધ પદો પર મોટી  ભરતી .તો જલદી ફોર્મ  ભરીલો વેલી તકે. ફ્રોમ ભરાવાનું બાકીના રહી જાય.NIOHમાં આવી ભરતી, 10-12 પાસ અને ડિપ્લોમા હશે તો પણ કરી શક્શો અરજીઆ માટેની નોટિફિકેશન 5 જુલાઇ 2023 ના રોજ બહાર પાડવામાં આવી છે. 8 જુલાઇ 2023થી ફોર્મ ભરાવાની શરૂઆત થઇ ચુકી છે અને ઉમેદવારો 4 ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શક્શે. આ ભરતી માટેની ઓફિશિયલ વેબસાઇટ https://www.nioh.org/ છે.

પોસ્ટ અને પગારધોરણ

ટેક્નિકલ આસિસ્ટન્ટ - 35,400 થી 1,12,400 સુધી

ટેક્નિશિયન - 19,900 થી 63,200 સુધી

લેબોરેટરી અટેન્ડન્ટ - 18,000 થી 56,900 સુધી

લાયકાત

ટેક્નિકલ આસિસ્ટન્ટ - એન્જીનીયરીંગ ડિપ્લોમા અથવા એન્જીનીયરીંગ ગ્રેજ્યુએટ

ટેક્નિશિયન - 12 પાસ

લેબોરેટરી અટેન્ડન્ટ - 10 પાસ

આ ભરતીમાં ઓનલાઇન અરજી કર્યા બાદ ઉમેદવારને નિયત તારીખે લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે. આ લેખિત પરીક્ષાના મેરિટના આધારે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. પરીક્ષાનું સ્થળ અમદાવાદ રહેશે તથા પરીક્ષા 100 ગુણની રહેશે.જાહેરાતમાં જણાવ્યા અનુસાર NIOH અમદાવાદ દ્વારા ટેક્નિકલ આસિસ્ટન્ટની 28, ટેક્નિશિયન 16 તથા લેબોરેટરી અટેન્ડન્ટની 10 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

આ રીતે કરો અરજી

સૌ પ્રથમ NIOH ની સત્તાવાર વેબસાઈટ https://www.nioh.org/ વિઝીટ કરો.

અહીં તમને "Recruitment"નું સેક્શન જોવા મળશે એના ઉપર ક્લિક કરો.

હવે "Link for online application submission" ના બટન પર ક્લિક કરો.

હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ "Apply" ના બટન પર ક્લિક કરો.

હવે અરજી ફોર્મમાં તમામ વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.

હવે ફોર્મ સબમિટ કરો.