ઘટના@રાજકોટ: બીમારીથી કંટાળી 29 વર્ષીય યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો
108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં
Jan 12, 2024, 19:24 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પ્રાપ્ત વિગતો અનુસાર, જીગ્નેશને છેલ્લા કેટલાક સમયથી પથરીની બિમારી હોય જે દુખાવો સહન ન થતાં કંટાળી આજે સવારે તે ઘરે હતો ત્યારે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
પરિવાર દ્વારા તાત્કાલિક તેને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પીટલ ચોકીના સ્ટાફે ઘટના અંગેની જાણ આજીડેમ પોલીસને કરી હતી. યુવક પેટ્રોલ પંપમાં નોકરી કરતો હોવાનું અને અપરણિત હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે વધું તપાસ હાથ ધરી હતી.