ઘટના@ગુજરાત: વિદ્યાર્થીએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
 
બ્રેકિંગ@મેઘરજ: વિદ્યાર્થિનીનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાના બનાવો સામે આવતા હોય છે. ઉકાઈ ખાતે ચાલતી આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરતાં પંદર વર્ષીય વિદ્યાર્થીએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાનો બનાવ નોંધાયો હતો.

ઉકાઇની લાલ ટેકરી પાસે સરકારી આદર્શ નિવાસી શાળા ચાલે છે તેમાં નિઝર કુકરમુંડા જેવા દૂર ના વિસ્તારના આદિવાસી બાળકો અભ્યાસ કરે છે. આ જ શાળામાં મૂળ કુકરમુંડા તાલુકાના ઈંટવાઈ ગામે રહેતો વિવેક લક્ષ્મણભાઈ પાડવી (15) નામનો વિદ્યાર્થી પણ અભ્યાસ કરતો હતો અને શાળાની હોસ્ટેલમાં જ રૂમ નંબર આઠમાં રહેતો હતો. મંગળવારે સાંજના 6 કલાકના અરસામાં તેની સાથે રૂમમાં રહેતાં વિદ્યાર્થી ભોજન અને અન્ય પ્રવૃત્તિ માટે બહાર ગયાં હતાં જ્યારે રૂમમાં વિવેક એકલો જ હતો. લગભગ અડધો કલાક પછી અન્ય વિદ્યાર્થી રૂમમાં આવતાં ત્યાં વિવેક પાડવીનું શરીર લટકેલી સ્થિતિમાં જોતા એ આવાક થઈ ગયો હતો અને તેણે બૂમાબૂમ કરી હતી.

દોડી આવેલા સાથી મિત્રોએ તેનું શરીર ઉતારી ફર્સ્ટ એડ આપવા પ્રયત્ન કર્યો હતો પણ તેમાં નિષ્ફળતા મળી હતી. પ્રાથમિક પણે મળેલી જાણકારી મૂજબ ગત થોડા દિવસ પહેલાં પરિવારમાં એક સ્વજનનું મૃત્યુ નીપજ્યું હતું જેથી

તે ત્યારથી ગુમસુમ રહ્યા કરતો હતો. આ અંગે શાળા સંચાલક વિજય રમેશ ગામીત રહે.નિવાસી શાળા ઉકાઈએ ઉકાઈ પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને વિવેક પાડવીનો નિશ્ચેતન દેહને પીએમ કરવા અર્થે ખસેડ્યો હતો. આ વિદ્યાર્થીના આપઘાતના બનાવ સંદર્ભે ઉકાઈ પીએસઆઇએ આર સૂર્યવંશીએ વધુ તપાસ હાથ ધરી હતી.