ઘટના@ગુજરાત: કડી GIDCમાં પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ભયાનક આગ લાગી, લોકોમાં અફડા તડફી મચી

સ્થળે ફાયર ફાઈટર આવી પહોંચ્યું હતું
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આગના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આગ લાગવાની ઘટના  સામે આવતી હોય છે.  કડીના છત્રાલ રોડ ઉપર આવેલી જીઆઇડીસીમાં એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક જ આગ લાગવાની ઘટના સામે આવતા જીઆઇડીસીમાં અફડા તડફી મચી જવા પામી હતી. ઘટનાને લઇ કડી નગરપાલિકા ફાયર ફાઈટરને કોલ કરાતા કેટલા સ્થળે ફાયર ફાઈટર આવી પહોંચ્યું હતું અને મહામહેનતે આગને કાબૂમાં લીધી હતી.

કડીમા મંગળવારે રાત્રિ દરમિયાન છત્રાલ રોડ ઉપર આવેલ જીઆઇડીસીમાં પ્રભાત સિલિકોન નામની પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક જ આગ લાગવાની ઘટના બનતા અફડા તડફી મચી જવા પામી હતી. અગમ્ય કારણોસર અચાનક જ આગ ભભૂકતા જીઆઇડીસીના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ કંપનીમાં કામ કરતાં કર્મચારીઓ મા ભાગમ દોડ મચી જવા પામી હતી.

કડી શહેરના છત્રાલ રોડ ઉપર આવેલી જીઆઇડીસીના એક ખાનગી કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. અગમ્ય કારણોસર આગ લાગી હોવાનું અનુમાન જોવા મળી રહ્યું છે. કામદારો રાત્રી દરમિયાન પોતાનું કામકાજ કરીને બેઠા હતા. જે દરમિયાન મશીનરી બાજુમાં ધીરે ધીરે આગ પ્રચજલિત થતાં કામદારોમાં ભાગદોડ થઈ ગઈ હતી. જ્યારે જીઆઇડીસીમાં અન્ય કંપનીના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કડી પાલિકા ફાયર ફાઈટરને જાણ કરાતા ઘટના સ્થળે ફાયર ફાઇટર આવી પહોંચ્યું હતું. મહામુસીબતે આગને કાબુમાં લીધી હતી સદનસીબે મોટી જાની ટળી હતી.