ઘટના@સુરત: લિફ્ટમાં તરુણનું માથું ફસાઈ જતા મોત નીપજ્યું, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

ધોરણ 7માં અભ્યાસ કરતો હતો
 
ઘટના@સુરત: લિફ્ટમાં તરુણનું માથું ફસાઈ જતા મોત નીપજ્યું, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હાલમાં મોતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે.  સુરતના ભટાર ખાતે અમરદીપ એપાર્ટમેન્ટની લિફ્ટમાં 12 વર્ષીય તરૂણનું માથું ફસાઈ જતા કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. તરૂણ વેકેશનની રજા માણવા માટે મહિના પહેલા જ ઓરિસ્સાથી સુરત સંબંધીના ઘરે આવ્યો હતો. જ્યાં મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ, મુળ ઓરિસ્સા ગંજામનો વતની અને હાલ વેડરોડ ખાતે રહેમત નગરમાં રહેતા રામચંદ્ર શાહુ સંચા ખાતામાં નોકરી કરી વતન ખાતે રહેતા પરિવારનું ગુજરાન ચલાવે છે. રામચંદ્ર શાહુના સંતાન પૈકી રાકેશ (ઉં.વ.12) વતનમાં ધોરણ 7માં અભ્યાસ કરતો હતો.


મહિના પહેલા તે વેકેશનની રજા માણવા માટે વતનથી સુરત પિતા પાસે આવ્યો હતો. બે દિવસ પહેલાં રાકેશ ભટાર ખાતે આવેલ અમરદીપ એપાર્ટમેન્ટમાં રહેતા તેમના સંબંધીના ઘરે ગયો હતો. દરમિયાન સાંજના સમયે રાકેશ અમરદીપ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરથી લિફ્ટમાં 7માં માળે જઈ રહ્યો હતો.


રાકેશનું લિફ્ટમાં માથું ફસાઈ ગયું હતું. જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવને પગલે ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે પરિવારે દીકરો ગુમાવતા શોકનો માહોલ છવાઇ ગયો હતો.


સુરેશ શાહુ (સંબંધી)એ જણાવ્યું હતું કે, લિફ્ટ બંધ કરી નીચે રમતો હતો, પછી ઉપર આવવા માટે લિફ્ટનું બટન દબાવી દીધું હતું. ત્યાર બાદ તે ગભરાઈ ગયો હશે અને નીચે જોવા જતા માથું દબાઈ ગયું હોઈ શકે છે. ત્યાર બાદ મારો દીકરો એની મમ્મીને બોલાવા ગયો હતો. મને જાણ થઈ, જેથી તાત્કાલિક ઘરે પહોંચી ગયો. હોસ્પિટલ લાવ્યા હતા પણ તેનું મૃત્યુ થઈ ગયું હતું.