ઘટના@મોરબી: રોડની સાઈડમાં બેઠેલા યુવાનને કારે હડફેટ લેતા મોત, જાણો વધુ

પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી
 
ઘટના@મોરબી: રોડની સાઈડમાં બેઠેલા યુવાનને કારે હડફેટે લેતા મોત, જાણો વધુ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર દુર્ઘટનાઓ સામે આવતી હોય છે.  રોજ કોઈને-કોઈ જગ્યાએથી દુર્ઘટનાના બનાવો સામે આવતા હોય છે.  મોરબીના શનાળા રોડ પર ભક્તિનગર સર્કલ નજીક વિરાટ પાઉભાજી સામે કારના ચાલકે યુવાનને હડફેટે લેતા ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી રાજકોટ હાઈવે પર આવેલ ઓરપેટ કોલોનીમાં રહેતા ધવલભાઈ ભાવસિંગ રાઠોડે મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત અત. ૭ ના રોજ ભક્તિનગર સર્કલ વિરાટ પાઉભાજી સામે રોડની સાઈડમાં પ્રકાશ ઘરે આવવા માટે બેઠો હતો ત્યારે બાજુમાં એક કાર ઉભી હોય તેના ચાલકે બેદરકારી પૂર્વક કાર ચલાવીને પ્રકાશભાઈ ને હડફેટે લેતા એને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હોય જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.