આયોજન@અમદાવાદ: આજે નમો સ્ટેડિયમમાં દિલજીતનો ધમાકો, મેટ્રો રાત્રે 11:30 સુધી ચાલશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે 21 નવેમ્બરે પંજાબી સિંગર દિલજીત દોસાંજનો લાઈવ કોન્સર્ટ યોજાશે. સ્ટેડિયમમાં સ્ટેજ-લાઈટિંગ સેટઅપ તૈયાર કરી દેવાયું છે. આયોજકો અને પોલીસે સુરક્ષા, ટ્રાફિક અને મેટ્રો અંગેની સંપૂર્ણ વ્યવસ્થા જાહેર કરી છે.
*મેટ્રો શિડ્યુલ - સૌથી મહત્વનું*
- મેટ્રો સેવા રાત્રે 11:30 વાગ્યા સુધી ચાલશે. છેલ્લી ટ્રેન મોટેરા સ્ટેડિયમ સ્ટેશનથી રાત્રે 11:30 વાગ્યે ઉપડશે.
- અમદાવાદ કોરિડોરમાં મોટેરા સ્ટેડિયમ - APMC અને થલતેજ ગામ - વસ્ત્રાલ ગામ વચ્ચે ટ્રેન દોડશે.
- ગાંધીનગર કોરિડોરમાં મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર વચ્ચે 3 વધારાની ટ્રીપ - રાત્રે 10:30, 11:00 અને 11:30 વાગ્યે.
- રાત્રે 11 વાગ્યા પછી એન્ટ્રી ફક્ત મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી સ્ટેશનથી જ મળશે.
- રાત્રે 11 વાગ્યા પછી ફક્ત ખાસ ₹50 વાળી પેપર ટિકિટ જ ચાલશે. સ્માર્ટ કાર્ડ, NCMC કાર્ડ, QR ટિકિટ અને અગાઉથી લીધેલી રિટર્ન ટિકિટ 11 વાગ્યા પછી ચાલશે નહીં. 66d3
*ટ્રાફિક અને રસ્તા બંધ*
- બપોરે 3 વાગ્યાથી કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી પ્રતિબંધ રહેશે.
- જનપથ ટી-જંક્શનથી સ્ટેડિયમના મેઈન ગેટ, કૃપા રેસિડેન્સી ટી-જંક્શન થઈને મોટેરા ગામ ટી-જંક્શન સુધીનો રસ્તો બંને તરફથી બંધ રહેશે.
- તપોવન સર્કલથી પ્રબોધ રાવલ સર્કલ જવું હોય તો ONGC ક્રોસરોડ, વિસત ટી-જંક્શન, જનપથ ટી-જંક્શન થઈને પાવર હાઉસ ક્રોસરોડ વાળો રસ્તો લેવો.
- એપોલો સર્કલ તરફ જવા માટે કૃપા રેસિડેન્સી ટી-જંક્શન, શરણ સ્ટેટસ ક્રોસરોડ અને ભાટ-કોટેશ્વર રોડ વાપરવો.
- પોલીસે શક્ય હોય ત્યાં સુધી મેટ્રો વાપરવાની અપીલ કરી છે, રસ્તા પર ભીડ ઘટશે. 9162
*સુરક્ષા અને એન્ટ્રી*
- ગેટ બપોરે 3 વાગ્યે ખુલશે, કોન્સર્ટ રાત્રે 9:55 વાગ્યાની આસપાસ પૂરો થવાની શક્યતા છે.
- લગભગ 2,000 પોલીસ કર્મી, 1,500 પ્રાઈવેટ સિક્યોરિટી ગાર્ડ અને SRPની 3 કંપની તૈનાત રહેશે.
- કુલ 600 જેટલા CCTV કેમેરાથી નજર રખાશે.
- ફેન પિટ, ગોલ્ડ અને સીટિંગ માટે અલગ-અલગ ગેટ અને અલગ વિભાગ રાખ્યા છે. ટિકિટ પર લખેલા ગેટથી જ એન્ટ્રી કરવી.
- બેગ, પાવર બેંક, પાણીની બોટલ, લેપટોપ, હોર્ડિંગ્સ, સ્ટિક લઈ જવાની મનાઈ છે. ફક્ત મોબાઈલ ફોન લઈ જઈ શકાશે. a4337ce8
*પાર્કિંગ માટે ટિપ્સ*
- સ્ટેડિયમ આસપાસ નિયત પાર્કિંગ ઝોનમાં જ વાહન પાર્ક કરવું, રસ્તા પર પાર્ક કરશો તો ટ્રાફિક જામ અને દંડ બંને થશે.
- મેટ્રોથી આવતા હો તો મોટેરા સ્ટેડિયમ સ્ટેશનથી સ્ટેડિયમ ચાલીને જ નજીક છે.
- પરત જતી વખતે ઉતાવળ ન કરવી, પોલીસ અને મેટ્રો સ્ટાફની સૂચના પ્રમાણે લાઈનમાં રહેવું.

