ઘટના@ગુજરાત: મગરને પાણીમાંથી બહાર જોતા જ લોકો ગભરાઈ ગયા, જાણો વિગતે

લોકોની નજર પડતાજ ગભરાઈ ગયા 
 
ઘટના@ગુજરાત: મગરને પાણીમાંથી બહાર જોતા જ લોકો ગભરાઈ ગયા, જાણો વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ઉનાની મચ્છુન્દ્રી નદીમાં મહાકાય મગર આવી ચડતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ઉના  શહેરમાંથી પસાર થતી મચ્છુન્દ્રી નદીના કાંઠે એક મહાકાય મગર આવી ચડતા લોકોમાં જીવ તાળવે ચોંટ્યા હતા. અગાઊ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદીમાં પુરના પાણીમાં મગરો તણાઇ આવી હતી અને આ વિસ્તારમાં રહેણાંક બનાવી લીધુ હોય તેમ અવાર નવાર જોવા મળતી હોય છે.

ત્યારે આ મહાકાય મગર નદી કાંઠે આવતા જ લોકોમાં ફફડાટ ફેલાયો છે. જો કે થોડીવાર બહાર બેઠા બાદ મહાકાય મગર ઉંડા પાણીમાં જતી રહ્યો હતો. હાલ સ્થિતિ એવી છે કે આ વિસ્તારની નદીમાં મગરોએ વસવાટ કરી લીધો હોય તેમ અગાઉ પણ નદી કાંઠે મગરો જોવા મળી હતી. હાલ આ મહાકાય મગર પાણીમાંથી બહાર નીકળી કાંઠે બેસી જતા લોકોની નજર પડતાજ ગભરાઈ ગયા હતા. અને લોકોને જોઇને મગર પાણીમાં ચાલી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.