બનાવ@રાજકોટ: આપઘાતનો પ્રયાસ કરનાર પ્રૌઢનું સારવારમાં મોત નિપજતાં પરિવાર પર આભ તૂટી પડ્યું

તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

રાજ્યમાં આત્મહત્યાના બનાવો  ખુબજ વધી ગયા છે.રોજ કોઈને-કોઈ જગ્યાએથી આત્મહત્યાનો બનાવ સામે આવતોજ  હોય છે.બાપા સીતારામ ચોક પાસે માંકડ મારવાની દવા પી આપઘાતનો પ્રયાસ કરનાર પ્રૌઢનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

પ્રાપ્ત વિગત મુજબ, મવડી ચોક પાસે ઉદયનગરમાં રહેતાં મહેશભાઈ હરિભાઈ ચાવડા  ગઈ તા.20 ના રાતે બાપા સીતારામ ચોક પાસે માંકડ મારવાની દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.પરંતુ સારવાર કારગત ન નિવડતાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતાં માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડયો હતો. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, મૃતક છૂટક મજૂરી કામ કરતાં અને ઘણાં સમયથી તેઓ આર્થિક ભીંસમાં સપડાતા કંટાળીને પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. મૃતકને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે. બનાવથી પરિવારમાં આક્રંદ છવાયો હતો.