કવાયત@મહેસાણા: DPSSC ભરતી રદ્દ થતાં પરીક્ષા ફી પરત કરાશે, જાણો ક્યાંથી મેળવશો ફી ?

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા કોરોના મહામારી વચ્ચે પંચાયત વિભાગના જાહેરનામાં ક્રમાંક: કેપી/16/2021/પીએસઆર/1394/766/ખ,તા.08/07/2021થી ગુજરાત જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ નિયમો-1998 રદ્દ થયેલ છે. તેમજ તમામ જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિઓ દ્વારા સીધી ભરતી પ્રક્રિયા અન્વયે જાહેરાત પ્રસિધ્ધ કરેલ હોય પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષા લેવાની બાકી હોય તે તમામ જાહેરાતો રદ્દ કરવામાં આવેલ છે. અટલ સમાચાર આપના
 
કવાયત@મહેસાણા: DPSSC ભરતી રદ્દ થતાં પરીક્ષા ફી પરત કરાશે, જાણો ક્યાંથી મેળવશો ફી ?

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

કોરોના મહામારી વચ્ચે પંચાયત વિભાગના જાહેરનામાં ક્રમાંક: કેપી/16/2021/પીએસઆર/1394/766/ખ,તા.08/07/2021થી ગુજરાત જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ નિયમો-1998 રદ્દ થયેલ છે. તેમજ તમામ જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિઓ દ્વારા સીધી ભરતી પ્રક્રિયા અન્વયે જાહેરાત પ્રસિધ્ધ કરેલ હોય પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષા લેવાની બાકી હોય તે તમામ જાહેરાતો રદ્દ કરવામાં આવેલ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

રાજ્યના પંચાયત વિભાગના તા.21/09/2021ના પત્રથી જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ, મહેસાણાના કાર્યક્ષેત્ર હેઠળની (1) જાહેરાત ક્રમાંક: DPSSC/04/01/2018-19 (જુનિયર ક્લાર્ક- વહીવટ/હિસાબી) અને (2) જાહેરાત ક્રમાંક: DPSSC/04/02/2018-19 (તલાટી કમ મંત્રી) સંવર્ગની જાહેરાત રદ થતા જનરલ કેટેગરીના ઉમેદવારો તરફથી ભરવામાં આવેલ પરીક્ષા ફી રૂ.100/- સંબંધિત ઉમેદવારોએ પરત મેળવી લેવા જણાવવામાં આવ્યુ છે.

મહેસાણા જિલ્લા પંચાયત માટે જે ઉમેદવારોએ અરજી કરી હોય તેવા ઉમેદવારોએ પરીક્ષા ફી પરત મેળવવા માટે પોસ્ટ ઓફિસમાં પરીક્ષા ફી ભર્યા અંગેનું અસલ ચલણ રજુ કર્યેથી પરીક્ષા ફી રોકડમાં/ચેક થી પરત આપવામાં આવશે. તા.27/09/2021 થી તા.07/10/2021 સુધીમાં કચેરી કામકાજના કલાકો દરમ્યાન પરીક્ષા ફી પંડિત દિનદયાળ કોમ્યુનીટી હોલ, જિલ્લા પંચાયત મહેસાણા પરથી પરત મેળવી લેવા જણાવવામાં આવ્યું છે. પરીક્ષા ફી પરત લેવા આવતા તમામ ઉમેદવારોએ કોવિડ-19 ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે અને માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે. જેની સંબંધિત તમામ ઉમેદવારોએ નોંધ લેવા જિલ્લા વિકાસ અધિકારી મહેસાણાએ જણાવ્યું છે.