ઘટસ્ફોટ@યોજના: વેપારી જોડીએ અનેક જિલ્લામાં ડીએમએફની ગ્રાન્ટમાં સેટિંગ્સવાળો ધંધો કરી લીધો
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
દાહોદ અને નવસારીના 2 ઈસમોએ નર્મદા, દાહોદ, છોટાઉદેપુર જિલ્લામાં ટ્રાયેબલની ગ્રાન્ટમાં તો મોટો વેપાર કરી લીધો છે તો હવે બીજા અનેક જિલ્લામાં ડીએમએફની ગ્રાન્ટમાં પણ કરોડોની ગ્રાન્ટમાં વેપારી પ્રવૃત્તિ કરી લીધી છે. ઉંચી ટકાવારી, હલકી ગુણવત્તાના માલસામાન, અનેક જગ્યાએ ક્ષતિઓ કરી/કરાવી યોજનામાંથી રીતસર બેહિસાબી કમાણી કરી છે. ડીએમએફ એટલે શું અને આ કાળુ ધોળુંની વેપારી જોડી કેવીરીતે આ કામમાં ઘૂસી તે સમજીએ.
ગુજરાતમાં ચાલતી વિવિધ યોજના પૈકી માત્ર માલસામાન આપવાની ગ્રાન્ટમાં જ રસ ધરાવતી વેપારી જોડીના કારનામા ઓછા થતાં નથી. ટ્રાયેબલની ગ્રાન્ટમાં ટકાવારી સામે મોટાપાયે વેચાણ પ્રવૃત્તિ કરી એટલું પૂરતું નથી, આ દાહોદ, નવસારીના વેપારીએ અનેક જિલ્લામાં ડીસ્ટ્રીક્ટ મિનરલ ફંડની ગ્રાન્ટમાં પણ મોટાપ્રમાણમાં વેપાર જ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ખનીજ સંપત્તિ ઉપર આધારિત આ ગ્રાન્ટ જે જિલ્લામાં સૌથી વધુ આવે તે જિલ્લાઓમાં આ જોડીએ વેપાર સિવાય કોઈ ધંધો જ નથી કર્યો અને આ વેપારમાં જોગવાઈઓને સાઈડમાં કરી/કરાવી કલ્પના બહારની રોકડી કરી છે. વાંચો નીચેના ફકરામાં
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ વેપારી જોડી સાથે અગાઉ અનેક નાના મોટા વેપારીઓ સંકળાયેલા હતા પરંતુ આ જોડી વેપારના નામે સામાન અપૂરતો આપવો, ક્યાંક ના આપવો, અનેક જગ્યાએ ક્ષતિવાળો સામાન આપવાની કુટેવ ધરાવતાં એક પછી એક પ્રામાણિક વેપારીએ સાથ છોડી દીધો હતો. હવે અનેક જગ્યાએ ગેરરીતિ કરી/કરાવેલ કામોની બૂમરાણ ઉઠતાં ક્યાંક તપાસ પણ શરૂ થતાં સેટિંગ્સવાળા વેપાર ઉપર બરોબરનો કાપ આવ્યો છે. નામ સાંભળીને અને આપેલ સામાન વિરૂદ્ધની બૂમરાણ સાંભળી અનેક જગ્યાએ વેપારના ઠેકા મળતાં બંધ થવા આવ્યા છે. આવી સ્થિતિમાં આ 2 વેપારી અવનવી યુક્તિ પ્રયુક્તિઓ અજમાવી વેપારી કામો મેળવવા મથી રહી છે.