પર્દાફાશ@સુરત: સાયબર સેલે ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો
10 લોકોની ધરપકડ કરી
Aug 3, 2024, 07:30 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર ગેરકાયદે ચાલતા કોલ સેન્ટર ઝડપાતા હોય છે. ફરી એકવાર સુરતમાં સાયબર સેલે ગેરકાયદે ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. લર્ન એન્ડ અર્નના નામે કોલ સેન્ટર ચલાવી જોબ પોર્ટલ ઉપરથી નોકરી શોધી રહેલા વ્યક્તિઓના ડેટા મેળવવામાં આવતા હતા.
તેઓને વર્ક ફ્રોમ હોમ દ્વારા પૈસા કમાવવાની તથા ઓનલાઈન કોર્સ કરવાની લાલચથી ફસાવી તેઓની પાસેથી પૈસા પડાવવામાં આવતા હતા. એટલું જ નહીં, પૈસા પડાવવા માટે આઈપીસીની કલમો હેઠળ તેમજ અન્ય લીગલ કાર્યવાહી કરવાનો ડર પણ બતાવવામાં આવતો હતો.
આ લોકો ગુજરાત કે મહારાષ્ટ્ર નહીં પરંતુ દક્ષિણ ભારતના લોકોને ટાર્ગેટ કરતા હતા. પોલીસે મહિલા સહિત 10 લોકોની ધરપકડ કરી છે. જ્યારે 3 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.