દુ:ખદ@રાજકોટ: યુવકે ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર દરમિયાન તેનું મોત નિપજતા પરિવારમાં શોક

આર્થિક ભીંસ હોવાથી દારૂ પીવાની ટેવ
 
દુ:ખદ@રાજકોટ: યુવકે ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર દરમિયાન તેનું મોત નિપજતા પરિવારમાં શોક 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

શહેરની ભાગોળે આવેલા પાળપીપળીયા ગામે અવધ સોસાયટીમાં રહેતા મશરી રણમલ બાલસ (કોળી) (ઉ.વ.45)એ પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લેતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.જયાં સારવાર દરમિયાન તેનું મોત નિપજતા પરિવારમાં શોક છવાયો હતો.

મળતી વિગત મુજબ મશરીએ ગત રાતે 8 વાગ્યે ઝેરી દવા પીધી હતી. આજે તેનું મોત નિપજયું હતું.મૃતકની પત્નીએ જણાવ્યા મુજબ મશરી મંજુરી કરતો હતો.તેને સંતાનમાં કોઈ બાળક નથી.આર્થિક ભીંસ હોવાથી દારૂ પીવાની ટેવ, ધરાવતો હતો. આર્થિક સંકળામણ વધી જતા આ પગલું લીધાનું તારણ છે.મશરી છ બહેનોનો એકનો એક ભાઈ હતો.પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.