ગુનો@વડોદરા: દિકરાની સારવાર માટે મદત માગવા ગયેલી પુત્રવધૂ સાથે સસરાએ જાતીય સતામણી કરી

સાસુને ફરિયાદ કરચા પુત્રવધુની જ ભૂલ કાઢી
 
ગુનો@વડોદરા: દિકરાની સારવાર માટે  મદત માગવા ગયેલી  પુત્રવધુ સાથે સસરાએ  જાતીય સતામણી કરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હાલમાં, બળાત્કાર, ચોરી, છેડતીના ગુનાઓ ખુબ જ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી શારીરક છેડતીના બનાવો સામે આવતા હોય છે. હાલના સમયમાં યુવતીઓ અને નાની બાળકીઓ સાથે છેડતીની ઘટનાઓ ખુબજ  બને છે.  વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાંથી એક વિધવા મહિલાનો 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ આવ્યો હતો કે, મારા સસરા અવારનવાર જાતીય સતામણી કરે છે. ગઇકાલે મારા દીકરાની સારવાર માટે મેં મારા સસરા પાસે રૂપિયાની માંગણી કરી હતી. ત્યારે તેઓએ અચાનક જ મને પકડી લીધી હતી અને મને કહ્યું હતું કે, આપણે એકબીજાને સહયોગ આપીશું. અવારનવારની સસરાની હરકતથી તંગ આવીને મેં તમને કોલ કર્યો છે.


વડોદરા શહેરમાં રહેતી મહિલાના પતિના અવસાન બાદ પત્ની એકલા પડી ગયા હતા અને તેમના બાળક સાથે સાસુ-સસરા સાથે રહેતા હતા. મહિલાના કહેવા પ્રમાણે, તેમના સસરાની શરૂઆતથી જ દાનત સારી નહોતી. જો કે, તેમના ઘરે રહેવાની તેઓની મજબૂરી હતી. જેથી તેમની મજબૂરીનો તેમના સસરા લાભ લેવા માંગતા હતા. આ બાબતે તેઓએ સાસુને જણાવ્યું હતું, પરંતુ તેમના સાસુ પુત્રવધુની જ ભૂલ કાઢતા હતાં.


આમ સસરાની હરકતથી ત્રાસી ગયેલી મહિલા તેમાંથી છુટકારો મેળવવા માંગતા હતા. જેથી તેઓએ અભયમ અને પોલીસ મદદની જરૂરી હતી. અભયમ દ્વારા સસરાને સમજાવ્યા હતા કે, તમારી પુત્રવધૂ તમારી દીકરી સમાન છે. તમે તેમની સાથે અભદ્ર હરકત કરો છો તે શરમજનક બાબત છે, પરતુ, તેમને કોઈ અસર ન થતાં પોલીસ સ્ટેશનમાં રજૂ કરવામાં આવ્યા હતા.