ઉત્સવ@દ્વારકા: શ્રીકૃષ્ણના 5251મા જન્મોત્સવે મંદિરમાં મનોરમ્ય લાઈટીંગનો શણગાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં દરેક તહેવારોને ધામધુમથી ઉજવવામાં આવતા હોય છે. હવે ટૂંક સમયમાં જનમાષ્ટમીનો પાવન તહેવાર આવી રહ્યો છે. દ્વારકામાં જનમાષ્ટમીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. શ્રીકૃષ્ણના 5251મા જન્મોત્સવને લઈ જગતમંદિર કલાત્મક લાઈટીંગથી સુશોભિત કરાયું. ભાવિકોમાં પણ ઠાકોરજીના જન્મોત્સવને મનાવવા અનેરા ઉત્સાહ સાથે ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.
જન્માષ્ટમી પર્વે જગતમંદિરને કલાત્મક લાઈટીંગથી સુશોભિત કરવામાં આવ્યું છે. દસ કિલોમીટર દૂરથી પણ રોશનીથી ઝળહળતું જગતમંદિર જોઈ શકાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રીયાલન્સના સહયોગથી મુંબઈના જેમીની ગૃપ દ્વારા જગતમંદિરને સુશોભિત કરાયું છે. રાજ્ય સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા તા.26મીએ રાત્રે 8.00 કલાકથી પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં દ્વારકા ઉત્સવ 2024 નામનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાનાર છે.