ધાર્મિક@ગુજરાત: દ્વારકા-ડાકોર અને શામળાજીમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી

શ્રીકૃષ્ણનો 5251મા જન્મોત્સવ
 
ધાર્મિક@ગુજરાત: દ્વારકા-ડાકોર-શામળાજીમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ છે. આખા રાજ્યમાં આ તહેવાર ધામધુમથી ઉજવવામાં આવી રહ્યો છે. આજે ગુજરાતભરમાં ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ શ્રીકૃષ્ણના 5251મા જન્મોત્સવની પરંપરાગત રીતે ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે દ્વારકા, શામળાજી અને ડાકોરમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા લાખોની સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે.

ગુજરાત સહિત દેશભરમાંથી લાખો ભાવિકો કૃષ્ણ જન્મોત્સવમાં કાળિયા ઠાકરના દર્શને આવ્યા હોવાથી તંત્ર દ્વારા યાત્રીકો માટે સુવિધા અને સલામતીની આધુનિક ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સાથે સુંદર વ્યવસ્થા સાથેનું આયોજન કર્યું છે. જગતમંદિર દ્વારકા, ડાકોર અને શામળાજી મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે.

શ્રી કૃષ્ણના જન્મોત્સવને વધાવવા ભાવિકોમાં પણ જબરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે કૃષ્ણભક્તો ઘેરબેઠાં આ જન્મોત્સવમાં જોડાઈ શકે તે માટે દિવ્ય ભાસ્કર એપ પર મંગળા આરતીથી લઈ કૃષ્ણ જન્મ સુધી પળેપળના લાઈવ દર્શન કરી શકશો.