તહેવાર@ગુજરાત: સમગ્ર ગુજરાત ધુળેટીના રંગે રંગાયુ અને મહાશહેરોનું યુવાઘન ડીજેના તાલે ધૂમ મચાવી

યુવાઓ કાદવ-કીચડમાં ધુળેટી રમ્યા
 
તહેવાર@ગુજરાત: સમગ્ર ગુજરાત ધુળેટીના રંગે રંગાયુ અને મહાશહેરોનું યુવાઘન ડીજેના તાલે ઝુમ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે  રાજ્યમાં ધુળેટીનો તહેવાર ધૂમધામથી લોકો ઉજવી રહ્યા છે. તહેવારની લોકો મજા માણી રહ્યા છે.  સમગ્ર ગુજરાત ધુળેટીના રંગે રંગાઈ ગયું છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના મહાશહેરોનું યુવાઘન ડીજેના તાલે ઝૂમી ઉઠ્યો છે. નાના-મોટા સૌ કોઈ એકબીજાને રંગ લગાવી ઘુળેટીની મજા માણી રહ્યાં છે. સાથે ડીજેના તાલે ક્યાક ડાન્સ તો ક્યાક લોકો ગરબા ઘમી રહ્યાં છે. રાજકોટમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરિવાર સાથે ધુળેટી પર્વની ઉજવણી કરી છે. તો વડોદરામાં યુવાધને જાણે માહોલ બનાવ્યો હોય તેવા દૃશ્યો સામે આવી રહ્યાં છે.

રાજકોટ શહેરમાં 15 જેટલા ખાનગી પાર્ટી પ્લોટમાં ડીજેના તાલે ધુળેટી પાર્ટીનું આયોજન કરાયું છે. લોકો ડીજે વિથ ડાન્સ, રેઇન ડાન્સ, ફોર્મ ડાન્સ, તેમજ અબીલ ગુલાલના રંગે રંગાય કરી રહ્યા છે. આ સાથે જ કાદવ-કીચડમાં પણ લોકો ધુળેટી રમી મોજ લઈ રહ્યાં છે.

રાજકોટીયન્સ પરિવાર સાથે પાર્ટી પ્લોટમાં ઉજવણી કરવાં પહોંચ્યાં. સુરતમાં પાર્ટી પ્લોટોમાં ધુળેટીની ઉજવણીનું મોટા પાર્ટી પ્લોટમાં આયોજન કરાયું છે. રેઇન પાર્ટી, મર્ડ પાર્ટી, ફોર્મ પાર્ટીમાં ડીજે પર લોકો ઝૂંમી રહ્યાં છે. મોટા આયોજનોમાં જુદા-જુદા પ્રકારના સેલ્ફી પોઇન્ટ પણ બનાવાયા છે. લોકોએ રંગોમાં રંગીન સેલ્ફીઓ પણ પડાવી છે. સમગ્ર સુરતમાં લોકો જુદા-જુદા રંગોમાં રંગાયા છે.


અમદાવાદના વિવિધ પાર્ટી પ્લોટમાં ધુળેટીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નાના બાળકોથી માંડીને મોટા સૌ કોઈ ધૂળેટીના રંગમાં રંગાવા છે. ત્યારે શહેરના પોશ વિસ્તારમાં આવેલા કર્ણાવતી ક્લબ ધુળેટીના પર્વની ઉજવણી એકત્ર થયા છે અને સવારથી જ પોતાના મિત્રો અને પરિવારજનો સાથે ધૂળેટીના પર્વની ઉજવણી કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, કર્ણાવતી ક્લબ ખાતે હર્બલ અને નેચરલ રંગોથી પર્વની ઉજવણી થઇ રહી છે. લોકોકાદવ-કીચડમાં હોળી રમવાની એક અલગ મજા માણી રહ્યાં છે. તે ઉપરાંત સાબુના ફીણનો પણ હોળી રમવામાં ઉપયોગ થઈ રહ્યો છે.


પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં પરિવાર તેમજ આસપાસના પાડોશીઓ સાથે રંગે રમી ધુળેટીના પર્વની કરી ઉજવણી કરી હતી. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, દેશમાં રામમંદિર અને રામ ભક્તિનો રંગ જ જોવા મળી રહ્યો છે. કેસરિયા રંગે દેશ રંગાઇ જવાનું છે અને 400 પલ્સ બેઠક પર ભાજપની જીત થવાની છે. કોંગ્રેસમાં ઉમેદવારોના નામને લઈ હોળી સળગી રહી છે. કોંગ્રેસનો કલર ફીકો પડી ગયો છે. ભાજપમાં કોઈ હોળી નથી. રંજનબેનએ પોતે ના પાડી એટલા માટે અમે ઉમેદવાર બદલાવ્યાં છે.


વડોદરા શહેરમાં સવારથીજ રંગોના ઉત્સવની ઉજવણી થઇ રહી છે. સવારે મંદિરોમાં પણ શ્રધ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. મંદિરોમાં પણ ધૂળેટીની ઉજવણી થઇ હતી. કમાટીબાગ ખાતે મોર્નિંગ વોકરો દ્વારા રંગબેરંગી કલરો સાથે ધુળેટીની ઉજવણી કરી હતી. હેપ્પી હોલીની કિલકારીઓછી કમાટી બાગ રોડ ગુંજી ઉઠ્યો હતો. મોટી સંખ્યામાં લોકો કમાટીબાગ ખાતે ધુળેટી રમવા માટે ઉમટી પડ્યા હતા.


વડોદરા નજીક આવેલ મહીસાગર નદી કિનારાના લાછણપુર, સિંધરોટ તેમજ નર્મદા નદી કિનારાના દીવેર, નારેશ્વર, ચાણોદ સહિતના સ્થળો સુમસામ રહ્યા હતા. નદી કિનારાના સ્થળોએ વહેલી સવારથી જ શહેર, જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આમ છતાં, અનેક લોકો નદી કિનારે પહોંચ્યા હતા અને નદી કિનારે પહોંચી ધૂળેટી રમ્યા હતા. જોકે, કોઇ દુર્ઘટના ન બને તે માટે વિશેષ કાળજી રાખવામાં આવી હતી.


સૌ કોઇના પ્રિય એવા રંગોત્સવને રાજકીય અગ્રણીઓ દ્વારા પણ ધુળેટી પર્વને મનાવવામાં આવ્યો હતો. આ વખતે આગામી લોકસભાની ચૂંટણી હોવાથી રાજકીય પક્ષોના કાર્યકરો જાહેર થયેલા ઉમેદવારના નિવાસ સ્થાને જઇ ધુળેટી રમ્યા હતા. જોકે, કેટલાંક હોદ્દેદારોને ટિકિટ ન મળતા તેમની ધુળેટીનો કલર ફિક્કો જણાઇ આવ્યો હતો. જોકે, કાર્યકરો ધુળેટી રમવા આવ્યા હતા. તેઓ પણ મને કમને ધુળેટી રમ્યા હતા.