તહેવાર@ગુજરાત: આજે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર ધુળેટીની ઉજવણી કરવામાં આવશે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે ધુળેટીનો તહેવાર છે. ગુજરાત સહિત દેશભરમાં આજે ધુળેટીના પર્વની ઠેર ઠેર ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યભરમાં ઠેર ઠેર મોટા પાર્ટી પ્લોટ, ક્લબ, શેરીઓમાં અને સોસાયટીઓમાં રંગેચંગે રંગ પર્વની ઉજવણી કરવામાં આવશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં પુલ પાર્ટી, રેઇન ડાન્સ વીથ લંચ-ડીનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં કેટલાક સ્થળો પર આ વર્ષે લા ટામોટીનાની થીમ પર ધુળેટી સેલિબ્રેશનનું આયોજન કરાયું છે. ત્યારે આજે લોકો ડીજે વિથ ડાન્સ, રેઇન ડાન્સ, ફોર્મ ડાન્સ, તેમજ અબીલ ગુલાલના રંગે રંગાશે.
અમદાવાદમાં રેઈન ડાન્સ, પુલ પાર્ટી જેવા આયોજન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્પેનના લા ટામોટીના ફેસ્વિટવની માફક ટામેટાથી હોળી રમવાનું પણ આયોજન કરાયું છે. કેટલાક સ્થળો પર ઓર્ગેનિક કલરની સાથે સાથે ફોમનો ઉપયોગ કરીને પણ ધૂળેટીના પર્વની ઉજવણી કરાશે.
13 માર્ચ 2025ના રોજ રાજ્યમાં ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગરના પાલેજમાં રાજ્યની સૌથી ઊંચી હોળીનું દહન કરાયું હતું. આ દરમિયાન આગાહીકાર અંબાલાલ પટેલ પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા. હોળી દિશા જોઈને અંબાલાલ પટેલે વરતારો આપતા કહ્યું હતું કે, આ વર્ષ આઠથી દસ આની રહેવાની શક્યતા છે.