ઉત્સવ@ગુજરાત: આજે ધનતેરસ: ધાણા-સાવરણીનું વિશેષ મહત્ત્વ, જાણો પૂજા અને ખરીદીના શુભ મુહૂર્ત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે 6 નવેમ્બર, શુક્રવારના રોજ ધનતેરસનો પાવન પર્વ ઉજવાઈ રહ્યો છે. આ વર્ષની ધનતેરસ ખૂબ જ ખાસ છે, કારણ કે આજે શુક્રવારી ધનતેરસ અને માલવ્ય રાજયોગનો દુર્લભ સંયોગ બની રહ્યો છે.
ધાણા અને સાવરણીનું મહત્વ શું?
સાવરણી: શાસ્ત્રો અનુસાર સાવરણીને મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે નવી સાવરણી ખરીદવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ આવે છે.
ધાણા: આખા ધાણા ધનવૃદ્ધિનું પ્રતીક છે. આ દિવસે ધાણા ખરીદીને લક્ષ્મી પૂજામાં રાખવા અને પછી તિજોરીમાં રાખવાથી આખું વર્ષ ધનમાં વધારો થાય છે.
આજના શુભ મુહૂર્ત:
સવારનો મુહૂર્ત: 8:16 થી 9:48 AM (સોનું-ચાંદી ખરીદી માટે)
બપોરનો મુહૂર્ત: 11:48 થી 12:56 PM (અભિજિત મુહૂર્ત)
સાંજનો શ્રેષ્ઠ મુહૂર્ત (પ્રદોષ કાળ): 5:49 PM થી 8:23 PM - આ સમયે લક્ષ્મી-કુબેર અને ધન્વંતરિની પૂજા અતિ ફળદાયી છે.

