ઉત્સવ@ગુજરાત: આજે દિવાળીનો પવિત્ર તહેવાર છે, જાણો પૂજનનો શુભ મુહૂર્ત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સમગ્ર દેશમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. આજે દિવાળીનો પવિત્ર તહેવાર છે.સવારથી જ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે.દિવાળી શબ્દ દીપાવલી પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે "દીવાઓની હારમાળા". આ પ્રકાશનો તહેવાર છે. અંધકાર પર પ્રકાશની જીત અને ખરાબ પર સારાની જીત તરીકે ઉજવાય છે.
2. દિવાળી કેમ ઉજવાય છે ?
ભગવાન શ્રી રામ 14 વર્ષ વનવાસ અને રાવણને હરાવીને આ દિવસે અયોધ્યા પાછા આવ્યા હતા. અયોધ્યાવાસીઓએ દીવા પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું હતું.
આજે સાંજે લક્ષ્મી પૂજનનો શુભ મુહૂર્ત છે. લોકો પોતાના ઘરોમાં દીવા પ્રગટાવીને માતા લક્ષ્મીને આવકારશે. અયોધ્યામાં આજે લાખો દીવાઓથી સરયુ ઘાટ ઝળહળી ઉઠશે.બજારોમાં સવારથી જ ભીડ છે, પણ સાંજ પડતા જ બજારો બંધ થઈ જશે અને દરેક ઘર રોશનીથી ચમકી ઉઠશે.
5 દિવસનો તહેવાર છે:દિવસ
1 - ધનતેરસ: સોનું-ચાંદી અને નવી વસ્તુઓ ખરીદવાનો દિવસ.દિવસ
2 - કાળી ચૌદશ: ખરાબ શક્તિને દૂર કરવાનો દિવસ.દિવસ
3 - દિવાળી / લક્ષ્મી પૂજન: મુખ્ય દિવસ. લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજન થાય.દિવસ
4 - નવું વર્ષ / બેસતું વર્ષ: વિક્રમ સંવતનું નવું વર્ષ.દિવસ
5 - ભાઈબીજ: ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર.
આજનો શુભ મુહૂર્ત:
પંડિતોના જણાવ્યા મુજબ, આજે લક્ષ્મી પૂજન માટેનો સૌથી શુભ મુહૂર્ત સાંજે 6:15 થી રાત્રે 8:30 સુધીનો છે. આ સમય દરમિયાન માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
પૂજન વિધિ:
આજે સાંજે ઘરની સાફ-સફાઈ કર્યા બાદ રંગોળી બનાવી, દીવા પ્રગટાવીને લક્ષ્મી પૂજન કરવું. ચોપડા પૂજન પણ આજે જ કરવામાં આવશે.દીવા અને ફૂલોથી શણગાર. સાંજે લક્ષ્મી-ગણેશ પૂજન મીઠાઈ અને ફરસાણ વહેંચવું.ફટાકડા ફોડવા.
નોંધ: તમામ વાચકોને દિવાળીની હાર્દિક શુભકામનાઓ!

