તહેવાર@ગુજરાત: આજે સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી, જાણો વધુ વિગતે

લોકો દિવસભર પતંગ ચગાવવાની સાથે સાથે મ્યુઝિક સાથે ઊંધિયા-જલેબીની જયાફત માણવાની પણ પૂરતી તૈયારી કરી રાખી છે.
 
મહેસાણા: પતંગ મહોત્સવને પગલે ડ્રાયવર્ઝન- ટ્રાફિક પોઇન્ટ આપવા હુકમ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી. આકાશમાં રંગબેરંગી પતંગો છવાશે અને વાતાવરણમાં કાઈપો છે અને લપેટના નારા ગુંજી ઉઠશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં મોડીરાત સુધી પતંગરસિકોની ભારે ભીડ જોવા મળી હતી.

લોકો દિવસભર પતંગ ચગાવવાની સાથે સાથે મ્યુઝિક સાથે ઊંધિયા-જલેબીની જયાફત માણવાની પણ પૂરતી તૈયારી કરી રાખી છે. તો બીજી તરફ ઉત્તરાયણના આ પર્વ પર કોઈ અકસ્માત સર્જાય તો તેના માટે 108, કરૂણા અભિયાન અને ફાયરની ટીમો પણ ખડેપગે રહેશે.