ઉત્સવ@ગુજરાત: રાજ્યમાં ઠેર ઠેર કાઈપો છે અને લપેટ... લપેટની બૂમો ગુંજી, જાણો વધુ વિગતે
યુવાધન પતંગ ચગાવવાની સાથે ધાબા પર સાઉન્ડ સિસ્ટમ મૂકીને ફૂલ વોલ્યુમ પર બોલિવૂડ સોન્ગ અને ગરબા વગાડીને ઠુમકા પણ લગાવી રહ્યા છે.
Jan 14, 2025, 17:17 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સમગ્ર રાજ્યમાં ધામધૂમથી ઉત્તરાયણનાં પર્વની ઉજવણી થઇ રહી છે. લોકો વહેલી સવારથી ધાબા ઉપર પતંગ લઈને ચડી ગયા છે. લોકોમાં તહેવારના કારણે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે ગુજરાતનું આકાશ રંગબેરંગી પતંગોથી કલરફુલ બન્યું છે.
સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર કાઈપો છે અને લપેટ... લપેટની બૂમો ગુંજી રહી છે. આ વચ્ચે યુવાધન પતંગ ચગાવવાની સાથે ધાબા પર સાઉન્ડ સિસ્ટમ મૂકીને ફૂલ વોલ્યુમ પર બોલિવૂડ સોન્ગ અને ગરબા વગાડીને ઠુમકા પણ લગાવી રહ્યા છે. એક તરફ ગુજરાતીઓ ઉત્તરાયણની ઉત્સાહ ભેર ઉજવણી કરી રહ્યા છે.