તહેવાર@ગુજરાત: આજે ધનતેરસ: ધનતેરસે લક્ષ્મીપૂજા કેવી રીતે કરવી ?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે ધનતેરસ છે. માન્યતા અનુસાર આસો વદ ત્રયોદશીના રોજ ધન્વંતરિ અમૃત કળશ સાથે પ્રગટ થયા હતા. આ જ કારણે આ તિથિ ધનતેરસના રૂપમાં ઉજવવામાં આવે છે.
આ પર્વ સમુદ્ર મંથન સાથે જોડાયેલું છે. વિષ્ણુ પુરાણ અને શ્રીમદ્ ભાગવત પુરાણ મુજબ, દેવતાઓ અને અસુરોએ મળીને સમુદ્ર મંથન કર્યું હતું. આ મંથનથી હળાહળ વિષ, ચંદ્રમા, મહાલક્ષ્મી સહિત 14 રત્ન નિકળ્યા હતા. સમુદ્ર મંથન અને તેમાંથી નીકળેલા 14 રત્નો આપણને લાઇફ મેનેજમેન્ટના 14 સૂત્રો આપે છે. આ 14 સૂત્રોને જીવનમાં ઉતારી લેવાથી આપણી દરેક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે.
ધનતેરસ. આ મહાપર્વમાં મા લક્ષ્મીજીનાં પૂજનનું વિશેષ મહત્ત્વ છે. માનવામાં આવે છે કે, આ દિવસે કરેલી લક્ષ્મીપૂજા સહસ્ત્ર ગણી ફળદાયી છે. જો યોગ્ય વિધિથી પૂજા કરવામાં આવે આખું વર્ષ મહાલક્ષ્મીની કૃપા રહે છે અને દેવીના આશિર્વાદ પ્રાપ્ત કરી શકાય છે. આજના દિવસે મા ભગવતીની પૂજા ક્યારે કરવી અને પૂજાવિધિમાં શું વિશેષ ધ્યાન રાખવું એ ખૂબ જ મહત્ત્વનું છે.