તહેવાર@ગુજરાત: આજે પ્રકાશનું પર્વ દિવાળી, ચોપડા પૂજનનાં મુહૂર્ત ક્યારે છે?

ખાતાના પુસ્તકો પર સ્વસ્તિકનું ચિહ્ન પણ દોરવામાં આવે છે.
 
તહેવાર@ગુજરાત: આજે પ્રકાશનું પર્વ દિવાળી, ચોપડા પૂજનનાં મુહૂર્ત ક્યારે છે?

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે પ્રકાશનું પર્વ દિવાળી છે. આસો અમાસના દિવસે ઉજવાતા દિવાળીના પાવન અવસર પર લક્ષ્મી પૂજનની સાથે સાથે ચોપડા પૂજન પણ કરવામાં આવે છે. ચોપડા પૂજન દરમિયાન મુખ્યત્વે દેવી લક્ષ્મીની આરાધના કરાય છે, જેથી નવું વર્ષ આર્થિક રીતે સમૃદ્ધ અને ફળદાયી રહે. ઉપરાંત, જ્ઞાન-વિદ્યાની દેવી સરસ્વતીજીની પણ પૂજા કરાય છે. આ દિવસે, વેપારીઓ પોતાના ખાતાવહી પર 'શુભ' અને 'લાભ' લખે છે, જે તેમના તમામ પ્રયાસોમાં શુભકામના અને નફો સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી કરવામાં આવે છે. આ સિવાય ખાતાના પુસ્તકો પર સ્વસ્તિકનું ચિહ્ન પણ દોરવામાં આવે છે.

ચોપડા પૂજન આસો મહિનાની અમાસના દિવસે એટલે કે દિવાળીના દિવસે કરવામાં આવે છે. આ વર્ષે, 20 ઓક્ટોબર, 2025ના રોજ દિવાળી પર્વ નિમિત્તે ચોપડા પૂજનનો ઉત્સવ ઉજવાશે. ત્યારે ચોપડાપૂજનમાં કંઈ-કંઈ સામગ્રી જોઈએ? ચોપડાપૂજનમાં કયાં પંચદેવોની પૂજા થાય છે? ચોપડાપૂજનનું મહત્વ કેટલું છે? અને આ વર્ષે ચોપડાપૂજનનું શુભ મૂહુર્ત અને સમય શું છે?  વાચકો માટે જાણીતા જ્યોતિષાચાર્ય મહેશ વ્યાસે ચોપડાપૂજનનું સંપૂર્ણ આલેખન કર્યું છે.