કૌભાંડ@લીમખેડા: મનરેગા દ્રારા રોજગારીને સમાંતર અહીં કરોડોનો વેપાર, મીલીભગતથી ચાલતી મોડસ ઓપરેન્ડી જાણો

મનરેગા હેઠળ વર્ષે દહાડે કરોડોની ગ્રાન્ટ ખર્ચાઈ રહી છે
 
કૌભાંડ@લીમખેડા: મનરેગા દ્રારા રોજગારીને સમાંતર અહીં કરોડોનો વેપાર, મીલીભગતથી ચાલતી મોડસ ઓપરેન્ડી જાણો

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


લીમખેડા તાલુકામાં મનરેગા હેઠળ વર્ષે દહાડે કરોડોની ગ્રાન્ટ ખર્ચાઈ રહી છે તેમાં રોજગારીને સમાંતર વેપાર થઇ રહ્યો છે. મનરેગા એક્ટ ફરજિયાત રોજગારી માટે છે અને તેમાં જરૂર પડે તો મટીરીયલ ખરીદી વધુમાં વધુ 40 ટકા કરવા સુધીની મંજૂરી છે. જોકે લીમખેડા તાલુકા પંચાયત હેઠળ એક વર્ષને બાદ કરતાં સતત રોજગારીને સમાંતર અને ક્યારેક રોજગારીને બદલે વેપારને વધારે મહત્વ આપ્યું છે. મીલીભગતથી થતી આ વેપારી પ્રવૃત્તિમાં ઉંડાણપૂર્વક માહિતી મેળવતાં ધ્યાને આવ્યું કે, આ આખી સિસ્ટમ સાથે સીધા યા તો પરોક્ષ રીતે સંકળાયેલા તેરી ભી ચૂપ અને મેરી ભી ચૂપ હેઠળ વેપારી મોડસ ઓપરેન્ડીને જોર આપી રહ્યા છે. આજે વિશ્વ આદીજાતી દિવસ નિમિત્તે આદીજાતી વર્ગનો અવાજ બનતો આ સ્પેશ્યલ રિપોર્ટ જાણીએ.

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં સરકાર રોજગારી માટે કરોડો રૂપિયા આપી રહી હોવાનું ટીડીઓ કચેરીમાં થતાં ખર્ચ ઉપરથી સામે આવ્યું છે. દર વર્ષે સરેરાશ 20થી 25 કરોડ માત્ર રોજગારી એટલે કે લેબર ખર્ચમાં ચૂકવાઇ રહ્યા છે. આ હિસાબે જોઈએ તો લગભગ સ્થળાંતર સદંતર અટકી જવું જોઈએ, જોકે પરિસ્થિતિ એવી છે કે, રોજગારીના કરોડોના ખર્ચ છતાં સ્થળાંતર યથાવત છે. હવે આ બાબતે જાણતાં તમે વાંચીને ચોંકી જાઓ તેવો ઘટસ્ફોટ તરી આવ્યો છે. રોજગારીના નામે અને રોજગારીના ખર્ચ સામે એક આખી ટોળકી વેપારી બીલો બનાવી/મૂકી કરોડોની ગ્રાન્ટ ખેંચી રહી છે. મનરેગા કાયદો સ્પેશ્યલ લેબર ખર્ચ માટે એટલે કે રોજગારી આપવા માટે છે પરંતુ લીમખેડા તાલુકા પંચાયત ઈરાદાપૂર્વક અને જાણતાં હોવા છતાં મટીરીયલ બીલો સમાંતર મૂકી રહ્યા છે. આ લોકો રોજગારીના હેતુ/મિશનને માલસામાનનો ખર્ચ કરવામાં વધારે ઉપયોગ કરી રહ્યા છે. હકીકતમાં આ ઉપયોગ નહિ પરંતુ મનરેગા કાયદાનો ભયંકર દૂરૂપયોગ હોવાનું પણ આંકડા આધારે સામે આવ્યું છે. વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે લીમખેડા તાલુકા પંચાયતના ટીડીઓ, એપીઓ, ટેકનિકલ અને જીઆરએસ સહિતના ખૂબ હોશિયાર અને મનરેગા કાયદાની સમજણ ધરાવતાં હોવા છતાં કેમ રોજગારીને સમાંતર મટીરીયલ ખર્ચ કરી રહ્યા તે સૌથી મોટો સવાલ છે. કોણ અને કેવી રીતે રોજગારી કરતાં વધારે પ્રમાણમાં મટીરીયલ ખર્ચ વધતાં કામો કરાવવા જોર આપી રહ્યું છે? જાણકારોના મતે, જો છેલ્લા ચાર વર્ષના કામો તપાસવા સરકાર દ્વારા સ્પેશ્યલ ટીમ ઉતારવામાં આવે તો એકસામટી અનેક ફરિયાદો થાય તેમ છે અને આટલુ જ નહિ, સાગઠિયા જેવા કૌભાંડીઓ પાસેથી કરોડોની રિકવરી પણ થાય તેમ છે. સરકારના હિતમાં ખુદ જિલ્લાના અધિકારી, એસીબી, ઈડી કે લોકપાલ સહિતની કચેરીના બાહોશ અધિકારીઓ પણ નેટવર્કનો ઉપયોગ કરી તપાસ કરે/કરાવે તો મનરેગાનું મહા કૌભાંડ બહાર આવે તેમ છે. અહીં મનરેગા કૌભાંડ બહાર લાવવા ઈચ્છતા અનેક જાગૃત નાગરિકો છેલ્લા ઘણા સમયથી કાગળો મેળવવા પ્રયત્ન કરી રહ્યા છતાં ઈરાદાપૂર્વક કાગળો આપવામાં વિલંબ થાય છે. ટીડીઓ આ બધું જ જાણતાં હોવા છતાં મનરેગામાં પારદર્શકની અનેક જોગવાઈઓનું પાલન કાગળ ઉપર છે. આવી કઈ જોગવાઈઓ સાઇડ કરવામાં આવી રહી તેનો ઘટસ્ફોટ આવતાં રીપોર્ટમાં.