બનાવ@મણીનગર: મેટ્રીમોનીયલ સાઇટ પર જીવનસાથી શોધવો યુવતીને ભારે પડ્યો

યુવતી પાસે  5.50 લાખ રૂપિયા પડાવ્યા
 
બનાવ@મણીનગર: મેટ્રીમોનીયલ સાઇટ પર જીવનસાથી શોધવો યુવતીને ભારે પડ્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં ઠગાઈના અને દુષ્કર્મના બનાવો ખુબજ વધી ગયા છે.જીવન સાથીની શોધ માટે ઓનલાઈન એપમાં ઠગાઈ થઇ રહી છે.લોકો આજ- કાલ ઓનલાઈ એપ દ્વારા જીવન સાથેની શોધ કરી રહ્યા છે,જેના કારણે લોકો સાથે છેતરપિંડીના બનાવો બની રહ્યા છે. મણીનગરમાં એક યુવતીને મેટ્રીમોનીયલ સાઇટ પર પોતાના જીવન સાથીની શોધમાં ઠગાઈનો ભોગ બની,જેમાં એક યુવકે લગ્નના સપના બતાવ્યા અને તેની સાથે દુષ્કર્મ આચર્યુ અને તેના જીવનની કમાણી પડાવી લીધી, ઘટના કંઈક એવી છે કે મણીનગરમાં રહેતી 32 વર્ષીય યુવતી આકાશ પટેલના સંપર્કમાં આવી. જે બાદ બન્ને એકબીજાના પરિચયમાં આવ્યા અને યુવક આકાશ પટેલ યુવતીનો વિશ્વાસ કેળવી તેને લગ્ન પહેલા હોટલમાં લઈ જઈ સિંદૂર અને મંગળસૂત્ર પહેરાવા દબાણ કર્યું.

યુવકે મંગળસૂત્ર અને સિંદૂર પહેરાવ્યા બાદ બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા. જે બાદ લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યો હતો. એટલું જ નહીં યુવક આકાશ પટેલ યુવતી પાસે ગિફ્ટ અને પૈસાની જરૂર હોવાનું કહીને ટુકડે ટુકડે 5.50 લાખ રૂપિયા પડાવ્યા. આરોપી આકાશ પટેલ છેલ્લા એક વર્ષથી યુવતીને વિશ્વાસમાં રાખીને ઠગાઇ કરી છે.

યુવતીને આરોપી આકાશ પટેલએ પોતાની ખોટી ઓળખ અને ખોટુ ઘરનું એડ્રેસ આપ્યું હતું. જે તપાસ કરતા સમગ્ર હકીકત સામે આવી કે આરોપી આકાશ પટેલ સુરેન્દ્રનગરનો રહેવાસી છે અને છેલ્લા 10 વર્ષથી તેના માતા-પિતાએ તેને કાઢી મુક્યો છે. આરોપી આકાશ પટેલ રાણીપમાં એક યુવતી સાથે લીવઇન રિલેશન સિપમાં રહેતો હતો. આરોપી આકાશ પટેલ ઇવેન્ટ મેનેજમેન્ટ અને ફૂડ શોપની ફ્રેંચાઇઝી હોવાનું કહેતો હતો પરંતુ તપાસ કરતા આરોપી બેકાર હતો અને યુવતીને વિશ્વાસમાં લઈ પહેલા આઈફોન ગિફ્ટમાં માગ્યો જે બાદ ફોન વેચીને પૈસા લીધા, આમ કરી પૈસાની જરૂરિયાત હોવાનું કહી 5.50 લાખ લઈ લીધા. જે બાદ પૈસા પરત આપતો ન હતો અને લગ્ન પણ કરતો ના હોવાથી યુવતી પોલીસ ફરિયાદ દાખલ કરી અને પોલીસે આરોપીની ધરપકડ કરી.