ઓટોમોબાઇલ@ગુજરાત: હ્યુન્ડાઈ ક્રેટા SUVનો ફર્સ્ટ લુક આવ્યો સામે, જાણો કયા ફીચર્સ સાથે મળશે

એન્જિન અને ફીચર્સ છે શાનદાર

 
ઓટોમોબાઇલ@ગુજરાત: હ્યુન્ડાઈ ક્રેટા SUVનો ફર્સ્ટ લુક આવ્યો સામે, જાણો કયા ફીચર્સ સાથે મળશે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

Hyundai 16 જાન્યુઆરીએ ભારતીય માર્કેટમાં નવી Creta ફેસલિફ્ટ લોન્ચ કરવા જઈ રહી છે. લોન્ચિંગ પહેલા જ આ કારનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. રસપ્રદ વાત એ છે કે, આ SUVમાં તમને લેવલ 2 એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્ટ સિસ્ટમ મળશે. તો આ કારમાં 70થી વધુ સેફ્ટી ફિચર્સ છે. હાલમાં જ વધુ એક ટીઝર રિલીઝ થયું છે જેમાં કારની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને કારના ડેશબોર્ડ અને ફિચર્સ વિશે માહિતી આપવામાં આવી છે.

કંપનીએ આ SUV માટે બુકિંગ લેવાનું શરૂ કરી દીધું છે અને તમે 25,000 રૂપિયાના ટોકન ચૂકવીને આ SUV બુક કરાવી શકો છો. હ્યુન્ડાઈની નવી Creta શાનદાર સ્ટાઈલ અને ડિઝાઇન સાથે આવશે. આ સાથે SUVમાં ઘણા નવા ફીચર્સ અને ઘણી નવી વસ્તુઓ મળવાની છે.

કઈ નવી વસ્તુઓ મળશે

2024 હ્યુન્ડાઈ ક્રેટા ફેસલિફ્ટમાં સૌથી મોટો ફેરફાર તેનો લૂક છે, જે હવે હ્યુન્ડાઈ ટક્સન જેવી દેખાય છે. સ્પાય ફોટામાં તે સ્પષ્ટ થઈ ગયું છે કે આ SUVનો પાછળનો ભાગ મોટા ફેરફારો સાથે આવવાનો છે. તેની એકંદર ડિઝાઇન નવી એક્સેટર, નવી સાન્ટા ફે અને પેલિસેડ જેવી હશે. આની સાથે ફુલ્લી એલઇડી લાઇટિંગ મળી શકે છે. આ સિવાય નવા અને મોટા કદના એલોય વ્હીલ્સ હોઈ શકે છે, જો કે તે પસંદગીના વેરિએન્ટમાં મેળવી શકાય છે.

ફીચર્સ વિશે વાત કરીએ તો એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્ટ સિસ્ટમ એટલે કે ADAS નવી Hyundai Cretaમાં જોવા મળશે. SUVમાં 360 ડિગ્રી કેમેરા પણ મળશે અને આ બે સૌથી મોટી વિશેષતાઓ માનવામાં આવે છે. કેબિનને ફ્રેશ બનાવવા માટે, તેમાં ઘણા નવા ફેરફાર થઈ શકે છે, 10.25 ઈંચની ઈન્ફોટેનમેન્ટ સ્ક્રીન પણ હશે. Creta ફેસલિફ્ટ સાથે નવું 1.5-લિટર પેટ્રોલ એન્જિન મળી શકે છે. જે 160 hp પાવર બનાવે છે. 7-સ્પીડ DCT ઉપરાંત, આ એન્જિન મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ હશે. કંપની નવી SUVને 11થી 19 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે લોન્ચ કરી શકે છે.