રિપોર્ટ@અમદાવાદ: સૂપમાં જીવતું જીવડું નીકળતા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે કિચનને સીલ કર્યું

પ્રાઇડ હોટલમાં સૂપમાં જીવતું જીવડું નીકળ્યું

 
રિપોર્ટ@અમદાવાદ: સૂપમાં જીવતું જીવડું નીકળતા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે કિચનને સીલ કર્યું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

 અમદાવાદ શહેરના જજીસ બંગલો રોડ ઉપર આવેલી પ્રાઈડ હોટલમાં બિઝનેસ મિટિંગના જમણવારમાં જીવડું નીકળ્યું છે. જીવતું જીવડું નીકળ્યું હોવાની ફરિયાદ લોકો દ્વારા મેનેજરને કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમને જાણ કરવામાં આવતાં તેઓ હોટલ ખાતે પહોંચ્યા હતા. ટીમ દ્વારા આ મામલે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે.

આ અંગે મળતી માહિતી મુજબ, શહેરના જજીસ બંગલો રોડ ઉપર પ્રાઈડ હોટલ આવેલી છે. આજે બપોરે હોટલમાં બિઝનેસ મિટિંગ હતી, જે બાદ જમણવાર રાખવામાં આવ્યો હતો. આ જમણવારમાં ટોમેટો સૂપમાં એક વ્યક્તિની વાટકીમાં જીવડું નીકળ્યું હતું. આ જીવડું બહાર કાઢીને જોતાં જીવતું હોવાનું માલૂમ પડ્યું હતું. સૂપમાંથી જીવડું નીકળ્યું હોવા અંગેની હોટલના મેનેજર અને સ્ટાફને ફરિયાદ કરવામાં આવી હતી.

આ મામલે તેઓ દ્વારા વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો અને વાઇરલ કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી એક ટીમ હોટલ પ્રાઈડ ખાતે ચેકિંગ માટે મોકલવામાં આવી હતી. ત્યાર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા હોટલના કિચનને સીલ કરવામાં આવ્યું હતું.