આગાહી@ગુજરાત: 21થી 26 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ફરી માવઠું પડીશે, કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે ?

ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.
 
આગાહી@ગુજરાત: 21થી 26 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ફરી માવઠું પડીશે, કયા કયા વિસ્તારોમાં વરસાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગુજરાત રાજ્યના માથે કમોસમી વરસાદ જોર. રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદની હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, આગામી 21થી 26 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ફરી માવઠું પડીશે. સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. પરંતુ ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.

વધુમાં જ્યોતિષ અને હવામાન નિષ્ણાત જયપ્રકાશ માઢકે જણાવ્યું કે, 26 જાન્યુઆરી દરમિયાન દેશના અનેક ભાગોમાં કમોસમી વરસાદ, બરફવર્ષા, ઠંડીની લહેર અને ધુમ્મસ જોવા મળી શકે છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ તેમજ ગુજરાતમાં ફરી એક વખત ઠંડીની લહેર આવશે.

ગુજરાતના કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 21થી 25 જાન્યુઆરી દરમિયાન હળવો વરસાદ પડી શકે છે. અમુક વિસ્તારોમાં માત્ર વાદળછાયા વાતાવરણ બાદ તીવ્ર ઠંડી અનુભવાશે. ખાસ કરીને રાત્રિના સમયે ઠંડી વધારે લાગશે.