આગાહી@ગુજરાત: રાજ્યમાં 21 ઓગસ્ટથી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે
Updated: Aug 18, 2024, 09:04 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસાની ઋતુ ચાલુ છે. કેટલીક જગ્યા ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદને વિરામ લીધો છે. હવે ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે.
રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે. આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ અલર્ટ નથી. આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. 21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે.