આગાહી@ગુજરાત: ધોધમાર વરસાદની આગાહી સાથે 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, જાણો વધુ વિગતે

પંચમહાલના હાલોલમાં 4.57 ઈંચ વરસાદ ખાબકી ગયો છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

છેલ્લા બે દિવસથી રાજ્યના છુટાછવાયા જિલ્લાઓમાં વરસાદ નોંધાઈ રહ્યો છે.ધોધમાર વરસાદની આગાહી સાથે 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર.છેલ્લા 24 કલાકમાં રાજ્યના 76 તાલુકામાં 1 મિમીથી લઈને સાડા ચાર ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. ચોમાસાના આગમન પહેલાં સૌથી વધુ પંચમહાલના હાલોલમાં 4.57 ઈંચ વરસાદ ખાબકી ગયો છે.

આજે પણ વહેલી સવારથી જ છોટા ઉદેપુર, વલસાડ, મહીસાગર, નર્મદા સહિતમાં વરસાદી માહોલ છે. સવારના 6થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 46 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ખેડાના ગળતેશ્વરમાં 2.91 ઈંચ વરસાદ ખાબક્યો છે.

મોડીરાતે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, મહીસાગર, અરવલ્લી, મહેસાણા, દાહોદ, બનાસકાંઠા, આણંદ, અમરેલી, જામનગર, ભાવનગર, વલસાડ સહિતના જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદ ખાબક્યો હતો. ચોસમાના આગમન પૂર્વે પડેલાં સામાન્ય વરસાદમાં જ કેટલાક શહેરોમાં પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી છે. વિરમગામમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા હતાં. તો કડીમાં માત્ર 1 ઇંચ વરસાદમાં ચારે તરફ પાણી-પાણીના દૃશ્યો સર્જાયા હતાં. શહેરના થોળ રોડ પર આવેલ અંડરપાસમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો ભારે હાલાકીમાં મુકાયા હતાં.

ગાંધીનગરના કલોલ શહેરમાં નગરપાલિકાના કહેવાતા વિકાસ અને પ્રિમોન્સૂન કામગીરીના લીરેલીરા ઊડ્યાં હતાં. કલોલના જાણીતા પંચવટી વિસ્તાર સહિત પાલિકામાં નવા ભળેલા વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે થયેલા રોડ, રસ્તા અને ગટરના કામો પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવા છતાં પાલિકાની નાકામીના કારણે પંચવટીના રહીશોની પાણી ભરાવાની વર્ષો જૂની સમસ્યા દૂર થઈ શકી નથી.

વરસાદ માત્ર સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા (અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ) અને દક્ષિણ ગુજરાત (સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી) પૂરતો સીમિત રહેશે. બાકીના તમામ જિલ્લાઓમાં વાતાવરણ શુષ્ક થઈ જશે.

22થી 25 જૂન: ચોમાસાની રાહ જોઈ રહેલા ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાતાવરણ સંપૂર્ણ શુષ્ક રહેશે. માત્ર દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં જ છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ઝાપટાં પડશે