આગાહી@ગુજરાત: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 52 તાલુકામાં વરસાદ નોંધાયો

અમરેલીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં પ્રિ-મોનસુન એક્ટિવિટીને કારણે છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જોકે, હવામાન વિભાગે ગુજરાતમાં વિધિવત ચોમાસું ક્યારથી શરૂ થશે તેની કોઈ સત્તાવાર આગાહી કરી નથી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 52 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ ખેડાના ગલતેશ્વરમાં 2.91 ઈંચ અને સૌથી ઓછો વલસાડમાં 1 મિમી વરસાદ પડ્યો છે. શુક્રવારે ઉત્તર ગુજરાતના પંચમહાલ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ ખાબક્યો છે. જ્યારે ભાવનગર, અમરેલી, વલસાડ, ગોધરા, નર્મદા, મહીસાગર, છોટાઉદેપુર સહિતમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો.

તાપમાનની વાત કરીએ તો, ગતરોજ રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન સુરેન્દ્રનગરમાં 40.3 ડિગ્રી અને અમદાવાદમાં 40.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહ્યું હતું, જ્યારે બાકીના વિસ્તારોમાં તે સામાન્ય નોંધાયું હતું.