આગાહી@ગુજરાત: કચ્છ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠામાં માવઠાની આગાહી
ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળશે.
Apr 4, 2026, 09:11 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે રાજ્યમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આગામી દિવસોમાં પણ જોવા મળશે. ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળશે. બે સિસ્ટમના કારણે આજે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા વગેરેમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આગામી 7 એપ્રિલના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 7 એપ્રિલના રોજ પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેને કારણે કચ્છ-ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે

