આગાહી@ગુજરાત: રાજ્યમાં 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, કયા કયા વિસ્તારમાં પડશે ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
લાંબા સમય વિરામ લીધા બાદ ફરી મેઘરાજાની સવારી આવી પહોચી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ફરી વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ છે. મધ્ય મહારાષ્ટ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગઈકાલ બાદ આજે પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ છે. આજે ભાવનગર, અમરેલી, ગાંધીનગર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા હતા. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાકમાં 181 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ ઉમરપાડામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
મધ્ય મહારાષ્ટ્ર પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે મધ્ય ગુજરાત એટલે કે, અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. વલસાડમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે, દાસના જણાવ્યા અનુસાર હાલમાં મધ્ય મહારાષ્ટ્ર ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેને કારણે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને પગલે આજે વલસાડમાં રેડ એલર્ટ તો સુરત, નવસારી, તાપી, ડાંગ જેવા જિલ્લાઓમાં યલો જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ સૌરાષ્ટ્રના અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે જાહેર કરવામાં આવ્યું છે.