આગાહી@ગુજરાત: હવામાન વિભાગ અનુસાર 1 સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે

રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે.
 
વરસાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ચોમાસાની ઋતુ ચાલુ છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજા મહેરબાન થયા છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. હવે હવામાન વિભાગે નવી આગાહી કરી છે. હવામાન વિભાગે કહ્યું, કચ્છ અને સૌરાષ્ટ્ર નજીક ડીપ ડિપ્રેશન સક્રિય બન્યું છે.

આગામી 6 કલાકમાં ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થશે. હવામાન વિભાગ અનુસાર 1 સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરી એક વખત વરસાદનું જોર વધશે. જ્યારે હવામાન વિભાગે આજે નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપી છે.