આગાહી@અમરેલી: હવામાન વિભાગ દ્વારા આજે સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરવામાં આવી

સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરવામાં આવી
 
આગાહી@વરસાદઃ આગામી પાંચ દિવસમાં વરસાદનું ફરી આગમન થશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોમાસાની શરૂવાત થઇ ગઈ છે. કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં હવે ચોમાસાનો માહોલ બરાબરનો જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરવામાં આવી છે.

આજે સવારે 6 વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 126 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં જૂનાગઢના વિસાવદરમાં સૌથી વધુ સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત કચ્છના ગાંધીધામમાં પણ 4 ઈંચ વરસાદ વરસ્યો હતો. ગાંધીધામમાં રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી અનેક જગ્યાએ પાણી ભરાયા હતા.

તેમજ એક વૃક્ષ પણ ધરાશાયી થયું હતું. તો આજે પણ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી 6 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.