આગાહી@ગુજરાત: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હળવા વરસાદની આગાહી
રાજ્યમાં હળવા વરસાદની આગાહી
Aug 7, 2024, 17:43 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારેય હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હળવા વરસાદીની આગાહી કરી છે. આ ઉપરાંત 24 કલાક બાદ રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ છે તે સાથે જ યલો પણ જાહેર કરવામાં આવ્યું છે.
પરંતુ આજે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો હોય તેવી સ્થિતિ સર્જાશે. કારણ કે, આજે હવામાન વિભાગના અનુમાન મુજબ ફક્ત છૂટા છવાયા હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે.
આથી આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કોઈ એલટ જાહેર કરવામાં આવ્યું નથી. ફક્ત માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. કારણ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં 55-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.