આગાહી@ગુજરાત: હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

આજે સવારના સમયે અમરેલીના રાજુલા-જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ વરસતાં રસ્તાઓ પર પાણી વહેતાં થયાં હતાં.
 
વરસાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

નવરાત્રિના હવે બે દિવસ બાકી રહ્યા છે ત્યારે જ વરસાદની આગાહી થતાં ગરબા આયોજકો અને ખેલૈયાઓ ચિંતિત બન્યા છે. તો બીજી તરફ વરસાદ ધરતીપુત્રોની પણ મુશ્કેલી વધારી શકે છે.

વરસાદની આગાહી વચ્ચે આજે સવારના સમયે અમરેલીના રાજુલા-જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ વરસતાં રસ્તાઓ પર પાણી વહેતાં થયાં હતાં.