આગાહી@ગુજરાત: એક અઠવાડિયું છૂટોછવાયો વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસાની ઋતુ ચાલુ છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો. ગુજરાત રાજ્યમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો હોય એવી સ્થિતિ છે. હવામાન વિભાગ તથા હવામાન નિષ્ણાતોએ હજુ પણ આગામી એક સપ્તાહ દરમિયાન છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે, એ પણ અપવાદરૂપ છે, કારણ કે હાલમાં કોઈ સક્રિય સિસ્ટમ ગુજરાત પર નથી, પરંતુ આગામી દિવસોમાં ગુજરાતમાં વિવિધ ભાગો પણ સિસ્ટમ સક્રિય થતાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાઈ શકે છે. એમાં પણ ઓગસ્ટ મહિનાના છેલ્લા સપ્તાહમાં ગુજરાત રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ કરતાં વધુ વરસાદ થઈ શકે છે અને કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની પણ આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે હાલમાં હજુ પણ પાંચથી સાત દિવસ દરમિયાન ગુજરાત રાજ્ય પર કોઈ ભારે સિસ્ટમ સક્રિય નથી, જેને કારણે હાલમાં આગામી કેટલા દિવસો માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી નથી, કારણ કે અરબ સાગર અને બંગાળની ખાડી હાલમાં નિષ્ક્રિય છે તથા હાલમાં 850 HPA લેવલ પર ભેજ છે, તેથી જો કોઈ સ્થળ પર મધ્યમ કરતાં વધુ વરસાદ નોંધાય તો એ અપવાદરૂપ હશે, કારણ કે હજુ આ તમે સાત દિવસ ગુજરાતમાં કોઈપણ પ્રકારના વરસાદનાં એંધાણ નથી. ફક્ત ક્યાંક છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટાં વરસી શકે છે.
આગામી 17 અને 18 ઓગસ્ટ દરમિયાન અરબ સાગરમાં એક કરંટ આવશે, જેને કારણે વરસાદી સિસ્ટમ ઊભી થવાની સંભાવના છે, જેને કારણે 17થી 21 ઓગસ્ટ દરમિયાન રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે, પરંતુ એની અસર ગુજરાત રાજ્યની ખૂબ જ ઓછા પ્રમાણમાં થશે.
ગુજરાત રાજ્યમાં 17થી 21 ઓગસ્ટ દરમિયાન હળવી વરસાદી સિસ્ટમ રહેશે, ત્યાર બાદ એટલે કે 22થી 30 ઓગસ્ટ દરમિયાન આ મહિનાના છેલ્લા સપ્તાહમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાવાની શરૂઆત થશે, એની સાથે અરબ સાગરમાં પણ એક અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે, તેથી બે સિસ્ટમ એકસાથે સક્રિય થવાથી ગુજરાતના 75થી 80 ટકા ભાગને એનો લાભ મળશે. ઓગસ્ટ મહિનાના છેલ્લા સપ્તાહમાં મધ્યમ કરતાં વધુ વરસાદ નોંધાય એવી શક્યતા છે, એ સાથે જ કેટલાક ભાગોમાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાઈ શકે છે. ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં ખેડૂતો માટે સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.