આગાહી@ગુજરાત: હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારે વરસાદવી આગાહી કરી
5 દિવસ ભારે વરસાદવી આગાહી કરી
Jul 21, 2024, 07:24 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ગુજરાત પર હાલ 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે. અને બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થતા 12 કલાકમાં તે ડિપ્રેશનમાં ફેરવાશે, જે બાદ એકસાથે 4 સિસ્ટમ સક્રિય થશે.
જેથી હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારે વરસાદવી આગાહી કરી છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હજુ પૂરતા પ્રમાણમાં વરસાદ વરસ્યો નથી.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાય છે. ગત રોજ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદ વરસ્યો છે. આજે પણ કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.