આગાહી@ગુજરાત: હવામાન વિભાગ દ્વારા આજથી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી
સાર્વત્રિક વરસાદની સંભાવના
Jul 16, 2024, 18:04 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. કેટલી જગ્યાઓ પર પૂરની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગ દ્વારા આજથી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલમાં ગુજરાત ઉપર શિયર ઝોન, દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઓફ શોર ટ્રફ તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વિવિધ સિસ્ટમની અસરને પગલે જુદા જુદા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.