આગાહી@ગુજરાત: હવામાન વિભાગ દ્વારા આજથી 21 જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી

રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી
 
વરસાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં રાજ્યમાં ચોમાસું ચાલુ રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજથી 21 જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે અને આવતીકાલે વિવિધ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જ્યારે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ સાથે આગાહી કરવામાં આવી છે. બાકીના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતાઓને પગલે બે દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.