આગાહી@ગુજરાત: ચોમાસું ગુજરાતથી માત્ર 10 કિલોમીટર જેટલું જ દૂર,18 જિલ્લામાં વરસાદની આગાહી

18 જિલ્લામાં વરસાદની આગાહી 
 
વરસાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ગરમી પડી રહી છે. તો કેટલીક જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે. હાલ ચોમાસું ગુજરાતથી માત્ર 10 કિલોમીટર જેટલું જ દૂર છે. હવે આગામી 24 કલાકમાં ચોમાસું રાજ્યમાં વિધિવત રીતે પ્રવેશ કરશે.

હવામાન વિભાગના મતે આજે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે.