આગાહી@ગુજરાત: ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે
ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી પહોંચી શકે છે. કેટલાંક ભાગોમાં તાપમાન 8 થી 6 ડિગ્રીએ પહોંચી શકે છે.
Dec 7, 2024, 09:23 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શિયાળાની શરૂવાત થઇ ગઈ છે. ત્યારે હવામાન વિભાગના અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે, 7 ડિસેમ્બરના વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે.
ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી પહોંચી શકે છે. કેટલાંક ભાગોમાં તાપમાન 8 થી 6 ડિગ્રીએ પહોંચી શકે છે. જેના કારણે ગાત્રો થીજવતી ઠંડી પડશે. તેમજ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 15થી 17 ડિસેમ્બરના રોજ વાદળો આવી શકે છે.
ડિસેમ્બરના અંતમાં પણ હળવું માવઠું થવાની શક્યતા છે. 10થી 11 ડિસેમ્બરના વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે. આ સાથે તાપમાન 11થી 12 ડિગ્રીએ પહોંચી જશે.