આગાહી@ગુજરાત: 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, કયા વિસ્તારમાં પડશે ?
આજે બપોરના સમયે ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં જોરદાર વરસાદી ઝાપટું વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
Oct 14, 2024, 17:23 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ચોમાસાની વિદાય પહેલા અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આમ તો અત્યારે ચોમાસું વિદાય લઇ લીધી હોય, પણ અત્યારે કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. સામાન્ય રીતે રાજ્યમાં નવરાત્રિ આસપાસ ચોમાસુ વિદાય લઈ લેતું હોય છે.
પરંતુ, ચાલુ વર્ષે નવરાત્રિ દરમિયાન અને નવરાત્રિ બાદ પણઅનેક વિસ્તારમાં અષાઢી માહોલ જામ્યો હોય તે રીતે વરસાદી આફત વરસી રહી છે. રવિવારે રાજ્યના 29 જિલ્લાના 131 તાલુકામાં વરસાદ વરસ્યો.
આજે પણ હવામાન વિભાગ દ્વારા 9 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે બપોરના સમયે ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં જોરદાર વરસાદી ઝાપટું વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.