આગાહી@ગુજરાત: નવરાત્રી દરમિયાન 5 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી, કયા કયા વિસ્તારમાં પડશે ?

રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે નવરાત્રિ દરમિયાન રાજ્યમાં વરસાદની શક્યતા છે.
 
વરસાદ આગાહી 1

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ભારે વરસાદ વરસી ચુક્યા બાદ મેઘરાજા વિરામ લઇ રહ્યા છે. કેટલીક જગ્યાએ વરસાદે ભારે તબાહી મચાવી છે. ત્યારે ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે નવરાત્રિ દરમિયાન રાજ્યમાં વરસાદની શક્યતા છે.

જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે. તેમજ ચક્રવાતને કારણે સૌરાષ્ટ્ર સહિતનાં ભાગોમાં વરસાદની અસર થઈ શકે છે. નવરાત્રી દરમ્યાન દક્ષિણ ગુજરાત- સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

નવરાત્રી દરમિયાન 3થી 5 ઓક્ટોબર સુધી વરસાદ પડી શકે છે. 7થી 12 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઇ છે. દક્ષિણ સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના છે.