આગાહી@ગુજરાત: હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ​​​​​આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી

7 દિવસ સુધી વરસાદની આગાહી
 
આગાહી@ઉ.ગુજરાત: ઉનાળાના ટકોરા વચ્ચે ફરી આવશે ઠંડીનો ચમકારો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ચોમાસાની શરૂવાત થઇ ગઈ છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટાછવાયાં સ્થળોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે. આજે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની સ્થિતિ એકસમાન રહેશે.

સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ, જેવા કે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં છૂટાછવાયાં સ્થળો પર હળવા વરસાદની શક્યતા છે. આ સાથે જ આગામી સાત દિવસ દરમિયાન ગુજરાત રાજ્યભરમાં ક્યાક ભારે તો ક્યાંક છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે.

23 જૂનના રોજ પણ દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. તદુપરાંત આજના દિવસ માટે સમગ્ર ગુજરાત રાજયમાં મેઘગર્જનાની ચેતવણી હવામાન વિભાગે આપી છે.